Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નીચે જતા શીત લહેર શરૂ, તાપમાન ઘટવાની સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું

  • November 23, 2023 

સમગ્ર કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નીચે જતા રહેવાની સાથે શીત લહેર શરૂ થઇ ગઇ છે. બીજી તરફ શ્રીનગરમાં રાતનાં સમયે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. સવારના સમયે ધુમ્મસને કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકને અસર થઇ હતી. કાશ્મીર ખીણમાં તાપમાન ઘટવાની સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું.



અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનું ગરમીની સિઝનના પાટનગર શ્રીનગરમાં રાતના સમયે માઇનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા માઇનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. કાશ્મીરમાં પહલગામ માઇનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ હતું. પુલવામામાં લધુતમ તાપમાન માઇનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતના સમુદ્ર તટીય રાજ્યો પુડુચેરી, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં મંગળવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે.  કેરળ અને તમિલનાડુ સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. પુડુચેરી અને કરાઇકલામાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application