ડાંગ જિલ્લામાં ગતરોજ સાંજે અચાનક વાતાવરણ બદલાતા આકાશમાં કાળા-કાળા વાદળો ઘેરાઈ જતા છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. જોકે આકાશમાં વાદળો ઘેરાઈ જવા સાથે વહેલી સાંજે સમગ્ર પંથકમાં અંધકાર વ્યાપી જવા પામ્યો હતો. જયારે કમોસમી માવઠાને પગલે શિયાળુ પાક તેમજ વેલાવાળા શાકભાજી, સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સાથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. જોકે ગિરિમથક સાપુતારા ખાતે ઠંડુંગાર માહોલ વચ્ચે આહલાદક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application