ડાંગ જિલ્લાની પ્રજાને પડતી મુશકેલીઓ બાબતે તંત્ર હમેશાં પ્રજાની પડખે – કલેક્ટર મહેશ પટેલ - રાજ્યમા ઉજવાઇ રહેલ 'નારી વંદન સાપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા 'બેટી પઠાવો, બેટી બચાવો' દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિકાસ કચેરી આહવા દ્વારા “કોફિ વિથ કલેક્ટર” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે આહવાની દિપ દર્શન માધ્યમિક શાળા, સરકારી માધ્યમિક શાળા તેમજ એકલવ્ય મોડેલ રેસીડેન્શીય શાળાની વિધ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. કાર્યક્રમમા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે મોકળા મને વિધ્યાર્થીનીઓ સાથે ચર્ચાઓ કરી હતી. તેઓએ વિધ્યાર્થીનીઓને મુઝંવતા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
જિલ્લા કલેક્ટર મહેશ પટેલે ચર્ચા દરમિયાન વિધ્યાર્થીઓએ ક્યારેય ટુંકા રસ્તાઓ અપનાવવા નહિ, તેમ જણાવી. હમેશાં પોતાના સપનાઓ ઉંચા રાખવા, તેમજ પરિસ્થિતિને ધ્યાને રાખી મહેનત કરતા રહેવુ જોઇએ, તેમ કહ્યું હતુ. સોશિયલ મીડિયાને લગતી બાબતે મહેશ પટેલે જણાવ્યુ હતુ કે, મોબાઇલ ફોનનો યોગ્ય ઉપયોગ કરવો, તેમજ ટેલીવિઝનમા દરેક પ્રકારના કાર્યક્રમો જોવા મળતા હોય છે. જેમા આપણા માટે ઉપયોગી હોય તેવા કાર્યક્રમો નિહાળવા જોઇએ. તેમજ રોજે રોજ છાપાઓનુ વાંચન કરી પોતાના નોલેજમા વધારો કરવા પર પણ તેમણે ભાર મુક્યો હતો. વિધ્યાર્થીઓ તેમજ ડાંગ જિલ્લાની પ્રજાને પડતી મુશ્કેલીઓ બાબતે તંત્ર હમેશાં પ્રજાની પડખે છે, તે બાબતે કલેક્ટરશ્રીએ પ્રશાસનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, વિધ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમો વ્યાપક પણે યોજાય તે માટે શિક્ષકોને સુચન કર્યુ હતુ.
જેથી વિધ્યાર્થીઓના બાહ્ય વિકાસ થઇ શકે અને તેઓના કારર્કીર્દીમા ઉપોયોગી થઇ શકે. જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે વિધ્યાર્થીઓના કારકીર્દીને લગતા પ્રશ્નોના સહજ ભાવે સરળ જવાબો આપ્યા હતા. વિધ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તેયારી માટે માર્ગદર્શીત કર્યા હતા. પોતાનામા આત્મ વિશ્વાસ કેળવવો જરૂરી છે. ખુલ્લુ આકાશ તમારા માટે છે. આજે દરેક શ્રેત્રમા મહિલાઓ આગવી હરોળમા છે. મહિલાઓ પાઇલટ, આર્મી, શિક્ષણ તેમજ રમત શ્રેત્રેમા પોતાના સોપાનો પાર પાડ્યા છે તેમ આર.એમ.ડામોરે આ પ્રસંગે જણાવ્યુ હતુ. “કોફિ વિથ કલેક્ટર” કાર્યક્રમમા વિવિધ શ્રેત્રે સ્પર્ધાઓમા ભાગ લઇ વિજેતા થનાર તમામ વિધ્યાર્થીનીઓને ઇનામ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમા મહિલા બાળ વિકાસ વિભાગના સખી વન સ્ટોપ સેન્ટર, 181-અભયમ મહિલા હેલ્પલાઇન, મહિલા વિવિધલક્ષી કેન્દ્રના પ્રતિનિધીઓ, શાળાના શિક્ષકો તેમજ વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500