Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જહાજ મંત્રાલયે જાહેર સૂચનો અને અભિપ્રાયો મેળવવા માટે “કોસ્ટલ શિપિંગ બિલ 2020”નો મુસદ્દો જાહેર કર્યો

  • October 30, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વહીવટમાં લોકોની ભાગીદારી અને પારદર્શકતા વધારવાના વિઝનને અનુરૂપ જહાજ મંત્રાલયે હિતધારકો અને સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો મંગાવવા માટે કોસ્ટલ શિપિંગ બિલ, 2020ની રૂપરેખા જાહેર કરી છે.

 

 

દેશમાં જહાજ મંત્રાલય વૃદ્ધિ કરી રહ્યું છે અને બદલાઈ રહ્યું છે એટલે કોસ્ટલ શિપિંગ પર અલગ કાયદો હોવાની જરૂરિયાત અનુભવવામાં આવી હતી, જેને પરિવહન સાંકળનું અભિન્ન અંગ ગણવામાં આવે છે અને ભારતીય જહાજ ઉદ્યોગની માગ પૂર્ણ કરવા ક્ષેત્રની નીતિગત પ્રાથમિકતાઓને માન્યતા આપે છે. જ્યારે આ બિલનો મુસદ્દો ઘડવામાં આવ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓનો વિચાર પણ કરવામાં આવ્યો છે.

 

 

જહાજ મંત્રાલયે મર્ચન્ટ શિપિંગ ધારા, 1958ના ભાગ XIVના ભાગની સામે કોસ્ટલ શિપિંગ બિલ, 2020નો મુસદ્દો ઘડ્યો છે. બિલની થોડી ખાસિયતો નીચે મુજબ છેઃ

 

 

કોસ્ટલ શિપિંગની પરિભાષા અને દરિયાકિનારા પાણીની પરિભાષાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
દરિયાકિનારાના વેપાર માટે ભારતીય જહાજો માટે ટ્રેડિંગ લાઇસન્સની જરૂરિયાત દૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

 


જ્યારે બિલ સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવા અને પરિવહન ખર્ચમાં ઘટાડો કરવા ઇચ્છે છે, ત્યારે ભારતીય જહાજોને કોસ્ટલ શિપિંગમાં તેમનો હિસ્સો વધારવા પ્રોત્સાહન આપવા ઇચ્છે છે.
બિલમાં આંતરિક જળમાર્ગો સાથે કોસ્ટલ મેરિટાઇમ ટ્રાન્સપોર્ટના સંકલનની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય દરિયાઈ અને આંતરિક જહાજ વ્યૂહરચના યોજના માટેની જોગવાઈ કરવામાં આવી છે.
 

 

 

આ બિલને જહાજ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. નાગરિકો આ બિલ સાથે સંબંધિત તેમના સૂચનો અને અભિપ્રાયો 06.11.2020 સુધીમાં [email protected] પર સબમિટ કરી શકે છે.(ફાઇલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application