Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં ગુજરાત પેપરમિલ એસોસિએશનના પ્રમુખની કંપની સહિત ત્રણ પેપરમિલ મળી કુલ 6 ઉદ્યોગોને ક્લોઝર

  • October 02, 2022 

વાપી GIDC ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર આવ્યા બાદ પ્રદુષણના મામલે સતત ચર્ચામાં રહેતી આવી છે,GIDC વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વરસાદ સમયે ગાંધીનગર વિજિલન્સ અને વાપી GPCBની ટીમે પેપરમિલો અને ટ્રેડર્સોમાં નિરીક્ષણ કરી સેમ્પલ એકત્ર કરી વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલ્યા હતાં. જેમાં વોટર એક્ટ મુજબ ગુજરાત પેપરમિલ એસોસિએશનના પ્રમુખ અને વાપી VIA ના ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલની ગજાનન પેપર મિલ ઝીરો ડિસ્ચાર્જ હોવા છતાં ETP પાસે પાણીના ખાબોચિયામાંથી કાળા કલરનું પાણી વરસાદી ગટર મારફતે બિલ ખાડીમાં જતુ હતું. જેથી 15 દિવસની કલોઝર ફટકારી છે.



ગજાનન પેપર મિલની સાથે નાઝ પેપર એન્ડ બોર્ડ તેમજ દમણગંગા બોર્ડ મિલ્સના સેમ્પલ એકત્ર કર્યા બાદ GPCBએ 15 દિવસની ક્લોઝર નોટિસ ફટકારી છે.ત્રણેય પેપર મિલોમાંથી પ્રદૂષિત પાણી સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં જતું હોવાથી આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો એ સાથે જ આગમાં 3 કર્મચારીઓ ભડથું થઈ ગયેલા તે વાપીની સુપ્રિત કેમિકલમાં લાગેલી ભીષણ આગને પગલે GPCB દ્વારા તાત્કાલિક અસરથી તે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.





GPCB એ પર્યાવરણના નુકસાનીના વળતર પેટે 25 લાખનો દંડ પણ ફટકારાયો છે. જ્યારે ભંગારનું ગામ ગણાતા કરવડના બે ભંગારના વેપારીઓ કેમિકલના ડ્રમ સાફ કરી તેનું દૂષિત પાણી બીલ ખાડીમાં ઠાલવતાં હતા. જેની તપાસ કરી મીત ટ્રેડિંગ અને ટ્રાય ત્ર્યંબક ટ્રેડર્સને ક્લોઝર નોટિસ આપી છે. 3 પેપરમિલ,3 ટ્રેડર્સ અને એક કંપનીને ક્લોઝર આપ્યા ઉપરાંત GPCB એ અન્ય બે કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન પાઠવ્યું છે. વાપી GPCBની ટીમે રિવાઇવલ પેપર મિલ અને સુપ્રિમ કોર્પ પ્રા.લિ.ને નિયમોના ભંગ બદલ નોટિસ ઓફ ડાયરેકશન પાઠવ્યું છે.GPCB રિઝનલ ઓફિસર એ.જી.પટેલે જણાવ્યું હતું કે સ્થળ નિરીક્ષણ બાદ ગાંધીનગરથી કલોઝર સહિતની પ્રક્રિયા હાથ ધરાઇ છે.










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application