તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.બપોર બાદ તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું.તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો.
મહત્વપૂર્ણ એ છે કે,હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
તાપી જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારમાં વાતાવરણ બદલાયું છે. આજરોજ બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના સમાચાર છે. આ સિઝનમાં માવઠા પડવાથી ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500