સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરાયુ છે. આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગ રૂપે જિલ્લામાં ગણદેવી અને ખેરગામ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઓફિસોના પ્રાંગણની સાથે કચેરીના રેકર્ડનું વર્ગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, રેકોર્ડશાખા, આરોગ્ય શાખાના રેકર્ડ વર્ગીકરણની કામગીરીની સાથે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં લોકો સ્વયંભું જોડાઈને સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025