દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની શાળાઓ, યુનિવર્સિટી, આંગણવાડીઓમાં તા.૨૩ ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે આગામી તા. ૨૮ ઓકટોબર સુધી ચાલશે.
જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ ) અંતર્ગત વાગરા તાલુકાના પીપળીયા, સુતરેલ, અડવાલ અને સારણ ગામોએ,આમોદ તાલુકાના જુના કોબલા અને નવા દાદાપોર ગામોએ, હાંસોટ તાલુકાના વાંસનોલી, ધમરાઇ, સાહોલ ગામોએ, અંકલેશ્વર તાલુકાના ખરોડ, સરથાણા, દઢાલ ગામોએ, ઝધડીયા તાલુકાના સારસા, સંજાલી, જંબુસર તાલુકાના ટંકારી, નેત્રંગ તાલુકના વાદરવેલી અને ભરૂચ તાલુકાના દશાન અને દેરોલ ગામોએ આંગણવાડીની સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળા અને આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસર અને આસપાસની સફાઇ કરવામાં આવી હતી. તેવી જ રીતે આંગણવાડીની બહેનોએ આંગણવાડીમાં સફાઇ અભિયાન હાથ ધરીને નાના ભૂલકાંઓ અને તેમના માતા-પિતાને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500