Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ વેગવાન

  • November 08, 2023 

સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્યમાં ગતિમાન બનેલૂ સફાઈ અભિયાન ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો તથા સરકારી કચેરીઓમાં પણ હાથ ધરાયું છે. સફાઈ અભિયાન અંતર્ગત જલાલપોર તાલુકાન મહુવર ગામના જાહેર સ્થળો પર ગ્રામજનો દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં લોકો સ્વયંભું જોડાઈને સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application