મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નર્સિંગ એસોસિએશન દ્વારા સ્વચ્છતા, અંગદાન મહાદાન અને વ્યસન મુક્તિની જનજાગૃતિ માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની જન્મજયંતીના અવસરે હાજર સૌએ સિવિલ હોસ્પિટલના વોર્ડ, પ્રાંગણ તેમજ કેમ્પસમાં સ્વચ્છતા રાખીવા તેમજ અંગદાનના શપથ લીધા હતા. આ રેલીમાં તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજ ઈ.ડિન, આરએમઓ, નર્સિંગ એસોસિએશના, નર્સિંગ એસો. હોદ્દેદારો, તબીબો, હેડ નર્સ, સ્ટાફ નર્સ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500