Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર તાલુકાના વેલદા ગામે ડો.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિની સાફસફાઇ

  • October 20, 2023 

સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ સ્થળોની સામુહિક સાફ સફાઇ કરવામાં આવી રહી છે. અબાલવૃધ્ધ સૌ કોઇ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી ગામને સ્વચ્છ બનાવવા સામુહિક ભાગીદારી નોંધાવી રહ્યા છે. નિઝર તાલુકાના વેલદા ગામે ડૉ,બાબાસાહેબ આંબેડકરની મૂર્તિની સાફસફાઇ તથા આંબેડકર ફળિયામાં આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં ગામના વડિલો, આગેવાનો, સરપંચશ્રી તથા સખીમંડળની બહેનો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. જેના પગલે તાપી જિલ્લામાં લોકો સ્વચ્છતા પ્રત્યે સજાગ બન્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application