સુરતનાં ચોર્યાસી ટોલનાકા પાસે ટ્રકમાં મારબલ પાઉડરની આડમાં લઈ જતો વિદેશી દારૂના પાઉચ તેમજ બિયરની કુલ 3,600 નંગ બોટલના જથ્થા સાથે પોલીસે ટ્રકના કલીનર પકડી પાડયો હતો. કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી મળી હતી કે, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર મારબલના પાઉડરની આડમાં વિદેશી દારૂ ભરીને ટ્રકમાં લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે કામરેજના ચોર્યાસી ગામની હદમાં ટોલનાકા પાસે બાતમીવાળી ટ્રકની વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા અટકાવતા ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. કલીનર શીવરામ જ્ઞાના મીણા (ઉ.વ.19., રહે.છાણી કાતનવાડા, ઉદયપુર, રાજસ્થાન) પકડાઈ જતાં ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ અને બિયરના ટીન મળી કુલ 3,600 બોટલ નંગ કિંમત રૂપિયા 4,09,920/-નો મુદ્દામાલ પકડાઈ જતાં કલીનરની પુછપરછ કરતા ચાલક કાળુલાલ મીણા (રહે.ફલાસીયા, ઉદયપુર, રાજસ્થાન) તેમજ દારૂનો જથ્થો ભરાવનાર વિરેન્દ્ર (રહે.ઉદયપુર, રાજસ્થાન) અને સુરત ખાતે દારૂનો જથ્થો મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કરી ટ્રકની કિંમત રૂપિયા 20 લાખ અને મારબલ પાઉડર કિંમત જેની કિંમત રૂપિયા રૂપિયા 51,600/- મળી કુલ 24,65,520/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application