દેશના વડાપ્રધાનશ્રી દ્વારા શરુ કરેલ અભિયાન અને ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ હેઠળ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છ્તા પખવાડિયા તેમજ ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત મિશનને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છ ભારત દિવસની ઉજવની સમગ્ર ભારત દેશમાં થનાર છે. તાપી જિલ્લામાં ૨જી ઓકટોબરે સવારે ૯:૦૦ કલાકે જિલ્લા સેવાસદન પરિસર બ્લોક નં ૧૩, ઓડિટિરિયમ હોલ ખાતે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૪’ની ઉજવણી થનાર છે.
જિલ્લા કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમના સુચારું આયોજનના ભાગરૂપે ઇંચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ કાર્યક્રમના આયોજનના ભાગ રુપે કોઇ અવ્યવસ્થા ન થાય તે અંગેની ખાસ કાળજી રાખી સમગ્ર કાર્યકમ પાર પાડવા માટે અમલીકરણ અધિકારીઓને સુચન કર્યુ હતું. કાર્યક્રમ દરમિયાન એવોર્ડ વિજેતા લાભાર્થીઓને હાજર રાખવા, સાફ-સફાઇ, પાણીની વ્યવસ્થા, આયોગ્ય વ્યવસ્થા, સ્ટેજ, મંડપ, ચા નાસ્તા સહિતની તમામ કામગીરીનું યોગ્ય આયોજન કરવા અને વધુંમાં વધું નાગરરિકો કાર્યક્રમમાં સહભાગી બને તે મુજબ આયોજન કરવા માર્ગદર્શન આપી અને જરુરી સુચનો કર્યા હતા.
નોધનિય છે કે, મહાનુભાવો નવા બસ સ્ટેન્ડ-વ્યારા ખાતે સફાઇ અભિયાનમાં જોડાશે. જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અંતર્ગત સારી કામગીરી બદલ માહાનુભાવોના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવરનાર છે તેમજ જિલ્લાના દરેક ગામમાં ગ્રામ્ય કક્ષાએ વિવિધ સ્વચ્છતા લક્ષી પ્રવૃતિઓ કરવામાં આવશે. તથા ૨જી ઓક્ટૉબરના રોજ યોજાનાર ગ્રામસભાઓમાં પણ સ્વચ્છતા અંગેની સમજ આપી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લા કક્ષાના ‘સ્વચ્છ ભારત દિવસ’ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યમંત્રી ઉપરાંત સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સર્વેઓ, નગરપાલિકા પ્રમુખ, ઇ.ચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી. એન. શાહ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500