કોરોનાકાળમાં અટકેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધીરે-ધીરે પાટા પર આવી રહી છે. ધીરે-ધીરે હવે શાળાના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓની હાજરી પણ જોવા મળી રહી છે. ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ 6 થી 8નાં વર્ગો શરૂ થવાની જાહેરાત કરાઈ છે.
પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે પ્રાથમિક શિક્ષણના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યાં છે. રાજ્યની શાળાઓમાં 18 ફેબ્રુઆરી, ગુરુવારથી ધોરણ 6 થી 8નાં વર્ગો પુનઃ શરૂ કરાશે.
જોકે, શાળાના સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગના 8 જાન્યુઆરી 2021ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે, 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8નાં વર્ગો શરૂ થશે.
આ જાહેરાત વચ્ચે શાળામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જોકે, ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે કહ્યું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500