Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબિર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડી ખાતે મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

  • November 16, 2024 

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડી ખાતે તાલુકા લાયઝન અધિકારી, બી.આર.એસ. તથા તલાટી-કમ-મંત્રીની ઉપસ્થિતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં માજીસરપંચએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન વર્ગ ૨૦૨૨-૨૩માં મનરેગા યોજના અંતર્ગત મંજુર થયું હતું. તે મકાન આજદિન સુધી કેમ પૂર્ણ કરવામાં આવ્યું નથી? તેમજ વર્ગ ૨૦૨૨-૨૩ માં ધારાસભ્ય ફંડમાંથી મળેલા પાણીનાં ટેન્કરનો આજદિન સુધી હિસાબ કેમ મળેલો નથી.


તેમણે પ્રશ્ન રજૂ કરતા ગ્રામ સભા ઉગ્ર અને તોફાની બની હતી. એ બે પ્રશ્નોને લઈને તાલુકા પંચાયતનાં સદસ્યનાં પ્રતિનિધિ એકદમ ઉશ્કેરાઈ ગયા હતાં અને ગ્રામસભામાં અધિકારીઓની ઉપસ્થિતમાં જ આ પ્રતિનિધિએ માજી સરપંચ સાથે ખુલ્લા હાથ વડે મારામારી કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં અધિકારીઓની ઉપસ્થિતમાં જ બે આગેવાનો વચ્ચે મારામારી થતાં ચકચાર મચી ગઈ હતી. આ મારામારીનાં બનાવનાં પગલે ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરતા તલાટી કમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારી સુબિરને રિપોર્ટ કરી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application