ઝારખંડનાં ચતરા જિલ્લાને અડીને આવેલી સરહદ પર સુરક્ષા દળો અને CPI માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ પલામુ-ચતરા બોર્ડર પર માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. સીઆરપીએફ કોબ્રા બટાલિયન, જેએપી, આઈઆરબી સાથે પલામુ અને ચત્રાના જિલ્લા દળોને ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા હતા. નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન પલામુ-ચતરા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 25 લાખનો ઈનામી નક્સલી ગૌતમ પાસવાન સહિત પાંચ માઓવાદીને ઠાર કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાસ્તવમાં આ વાતનો અંદાજ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કારણ કે, પોલીસ અધિક્ષક રાકેશ રંજને નિશ્ચિતપણે ઈશારામાં કહ્યું હતું કે મોટી ઉપલબ્ધિ મળી છે. નક્સલવાદીઓના અન્ય સાથીઓને શોધવા માટે જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં પોલીસે પાંચ હથિયારો પણ કબજે કર્યા છે અને હજુ કેટલાક હથિયારો મળી આવે તેવી ધારણા છે. હાલમાં કેટલાક અન્ય નક્સલવાદીઓને પણ ગોળીથી ઈજા થઈ હોવાના અહેવાલ છે. એવી માહિતી મળી હતી કે, 25 લાખનું ઈનામ ધરાવતો સ્પેશિયલ એરિયા કમિટીના સભ્ય ગૌતમ પાસવાન પોતાની ટુકડી સાથે ત્યાં હાજર છે અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500