મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં શહેરના છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે ફટાકડા મુદ્દે બબાલ થઈ હતી, જેમાં બંને જૂથો સામસામે પથ્થરમારો કરતાં વાતાવરણ ગરમાયું હતું. જેમાંથી કેટલાક લોકોએ અનેક વાહનોને આગ લગાવી. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, શહેરના છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે બે જૂથ વચ્ચે વિવાદ વધ્યો હતો. જેમાં સમગ્ર ઘટનામાં કેટલાક લોકોએ ધાર્મિક સ્થળો પર પથ્થરમારો કરવાની સાથે વાહનોમાં આગ લગાવી દીધી હતી. બબાલની જાણ થતાંની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને જૂથોને વિખેરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. ઘટનાની માહિતી મળતાં જ ભાજપના નેતા એકલવ્ય સિંહ તેમના હજારો સમર્થકો સાથે છત્રીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અન્ય પક્ષના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેને લઈને પોલીસ અધિકારીઓએ ભાજપ નેતાને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application