Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

  • July 27, 2024 

જમ્મુકાશ્મીરના કુપવાડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થયાના અહેવાલ છે, જ્યારે એક આતંકી ઠાર થયો છે. અહેવાલ અનુસાર, આજે સવારે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા(એલઓસી)ની નજીકના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અહેવાલ અનુસાર, ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર ઍક્શન ટીમ(BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.


પાકિસ્તાની SSG સહિત 3-4 આતંકીઓએ BAT ઑપરેશન માટે એલઓસી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક આતંકવાદી ઠાર થયો હતો. જ્યારે એક જવાન શહીદ અને ચાર ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો થયેલો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો.


 પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2021થી પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021થી જમ્મુમાં આતંકી ઘટનાઓમાં 50થી વધુ સુરક્ષા કર્મચારીઓ સહિત 70થી વધુ લોકો માર્યા ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News