Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ, કર્નલ સહીત 3 અધિકારી શહીદ

  • September 14, 2023 

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ છે, જેમાં સેનાના 2 અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી શહિદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારે આતંકવાદીઓ શોધવા અભિયાન હાથ ધરાયું હતું, ત્યારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓ એક જગ્યાએ જોવા મળ્યા હોવાની સૂચના મળ્યા બાદ સેનાના કર્નલે ટીમ સાથે આતંકવાદીઓ હલ્લાબોલ કર્યું. જોકે આતંકવાદીઓએ કર્નલ પર અંધાધુંધ ફાયરિંગ કરતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા જયારે અથડામણમાં રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટના કમાન્ડિંગ કર્નલ અને એક મેજર શહિદ થયા છે.



તેઓ ઓફ વીટ 19 આરઆરની કમાન સંભાળતા હતા. તો જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી પણ શહિદ થયા છે. મળતા અહેવાલો મુજબ સુરક્ષા કર્મચારીઓની ટીમ એક ઠેકાણે આતંકવાદીઓનો પીછો કરી રહી હતી. ટીમ તે જગ્યાએ ચઢી ગઈ, જ્યાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી, પરંતુ ટીમ જ્યારે ઉપર ચઢી ત્યારે આતંકવાદીઓ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન સેનાના કર્નલ ઘટના સ્થળે જ શહિદ થયા, જ્યારે અન્ય 2 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને વિમાન દ્વારા શ્રીનગરની 92 બેસ હોસ્પિટલમાં લવાયા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા અને બંને અધિકારીઓ શહિદ થયા હતા.



જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરથી ખુબ જ ગંભીર સમાચાર..દક્ષિણ કાશ્મીરના કોકેરનામ વિસ્તારમાં એક અથડાણમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ ડીએસપીએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું આતંકવાદી સાથેની અથડામણમાં ડીએસપી હુમાયૂં ભટ, મેજર આશીષ ધોનૈક અને કર્નલ મનપ્રીત સિંહ શહિદ થયા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આ દુઃખદ સમયમાં તેમના પરિવારજનોને શક્તિ આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application