Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્ચિમ બંગાળમાં જાંગીપુર લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું

  • May 08, 2024 

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે'ના રોજ 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની જાંગીપુર લોકસભા સીટ પર અથડામણના સમાચાર સામે આવ્યા છે. મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.  પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જાંગીપુરમાં એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે. અહીં ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ વચ્ચે ઘર્ષણ થયું હતું.


ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષે તૃણમૂલના બૂથ એજન્ટ દ્વારા ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો ઉમેદવાર સાથે આવું વર્તન થઈ શકે છે, તો સામાન્ય લોકો સાથે શું થઈ શકે છે. અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું. પશ્ચિમ બંગાળના જાંગીપુરમાં બીજેપી ઉમેદવાર ધનંજયઘોષે કહ્યું કે "હું બીજેપીનો ઉમેદવાર છું અને મને ટીએમસીના બૂથ એજન્ટ દ્વારા ધમકી આપવામાં આવી છે... જો ઉમેદવાર સાથે આવું વર્તન કરવામાં આવે તો સામાન્ય લોકો સાથે શું થઈ શકે. આ અંગે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું..."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application