Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ વાહનોનો હકક-દાવો 10 દિનમાં રજૂ કરવો, મુદ્દત બાદ આવેલો દાવો ધ્યાનમાં લેવામાં આવશે નહિ

  • July 05, 2023 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાર્યપાલક મેજીસ્ટ્રેટની કોર્ટથી આથી તમામ જાહેર જનતાને જણવવામાં આવે છે કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાંસદામાં બિનવારસી મિલકતો નિકાલ અર્થે કોર્ટમાં મળેલ છે. CRPC કલમ 102 તથા જી.પી.એક્ટ કલમ 82 તથા CRPC કલમ 41 (1) મુજબ કબજે કરેલ વાહનો પૈકી પો.સ્ટે.માં જમા વાહનોમાં મારુતિ ફન્ટી GJ-15K-2129, ડ્રી યોગા નંબર વગરની ગાડી , મારુતિ ઝેન નં.1656 ચ.-610665, સેન્ટ્રો કાર સિલ્વર કલરની GJ-5–AR -868, સફેદ સ્કોર્પિયો નંબર વગરની એ.ચે.નંબર નથી, બજાજ વાઈબી X યામહા નંબર નથી અને કાળા રંગની હોંડા સ્પ્લેન્ડર GJ-15-R– 5459 છે. આ મિલકતો ઉપર જે કોઇ વ્યકિત હક્ક કે દાવો પ્રસિધ્ધ કરવા માગતા હોઇ તો તેએઓ પ્રસિધ્ધ તારીખથી 10 દિનની મુદ્દતમાં તેમનો હક્ક દાવો અમારી સમક્ષ સંપુર્ણ પુરાવા સાથે રજુ કરી જાહેરાતમાં દર્શાવેલ મિલકતો મેળવી લેવાની રહેશે. મુદ્દત બાદ આવેલો દાવો ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને બિનવારસી મિલકત સરકારી ગણી જાહેર હરાજીથી મિલકતનો નિકાલ કરવામાં આવશે જેની લાગતા વળગતાએ નોંધ લેવા કાર્યપાલક મેજીસ્ટ્રેટ વાંસદાની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application