Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમોફીલિયાથી પીડિત દર્દીનો સુરતની સિવિલ હોસ્પિટલે 1 કરોડનું ઈન્જેક્શન આપીને જીવ બચાવ્યો

  • March 04, 2024 

રેરેસ્ટ ઓફ ધ રેર બીમારીથી પીડાતા એક દર્દીના મદદે સુરતની સિવિલ હોસ્પિટલ આવી છે. હિમોફીલિયાથી પીડિત દર્દીનો સુરતની સિવિલ હોસ્પિટલે 1 કરોડનું ઈન્જેક્શન આપીને જીવ બચાવ્યો છે. આમ, સુરતમાં હિમોફીલિયાના રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં સુરતના સિવિલના તબીબોએ દર્દીને સ્વસ્થ બનાવ્યો છે. સિવિલ હોસ્પિટલના હાડક વિભાગના ડો.નાગેશ દેસાઈએ જણાવ્યું કે, ગત 1 ફેબ્રુઆરીના રોજ સુરતના 32 વર્ષીય હિંમતભાઈ માંગુકિયાનો અકસ્માત થયો હતો. જેમાં તેમના હાથમાં ફ્રેક્ચર થયુંહ તું. અકસ્માત બાદ તેમના હાથમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો.  નિદાનમાં સામે આવ્યું કે તેઓ હિમોફીલિયાના રેર સ્ટેજથી પીડાય છે. રક્ત સ્ત્રાવને કારણે તેમનું લોહી હાથના આગળના ભાગમાં ઓછું પહોંચતુ હતું.


તેમની સારવાર માટે નોવા ફેક્ટર 7 ના 122 વાઈલ્સ (શીશી) અને ફિબાના 176 ડોઝનો ખર્ચ 1 કરોડ જેટલો થતો હતો. ત્યારે રાજ્ય સરકારના 1 કરોડની નિશુલ્ક સારવાર દર્દી માટે વરદાનરૂપ બની હતી. આમ, સુરત સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી હિંમતભાઈનો જીવ બચ્યો છે. હિંમતભાઈ કહે છે કે, સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને કારણે હું એક મહિના બાદ સ્વસ્થ થઈને મારા ઘરે જઈ રહ્યો છું. ચાલીસ હજાર લોકોમાંથી લગભગ એક વ્યક્તિ ‘હિમોફીલિયા બી’ રોગથી પીડાય છે. તે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. હિમોફિલિયા A અને B એમ બે પ્રકારના હોય છે. આ રોગ જિનેટિક કોડમાં ગરબડને કારણે થાય છે. ફેક્ટર 9 નામનું પ્રોટીન, જે લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી છે, તે બીમાર વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થતું નથી.


આને કારણે, જીવલેણ રક્તસ્રાવનું જોખમ રહેલું છે. પરિબળ 9 જે રક્ત પ્લાઝ્મામાં હાજર છે. દર્દીઓને ઘણા અઠવાડિયા સુધી ફેક્ટર 9 ના ઇન્જેક્શન લેવા પડે છે. હેમજેનિક્સના ઉત્પાદનમાં પ્રયોગશાળા દ્વારા બનાવેલા વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક જીન હોય છે જે પરિબળ 9 ઉત્પન્ન કરે છે. આને કારણે, ફેક્ટર 9 પ્રોટીન ઝડપથી ઉત્પન્ન થાય છે અને ઘા ઝડપથી સુકાઈ જાય છે. હેમજેનિક્સ માત્ર એક જ વાર લેવી જોઈએ. હિમોફીલિયાના દવા વિશ્વની સૌથી મોંઘી દવા ગણાય છે. આ દુર્લભ રોગ માટે હેમજેનિક્સ દવા અપાય છે. તેના એક ડોઝની કિંમત 35 લાખ ડોલર એટલે કે 29,13,73,250 રૂપિયા (29 કરોડથી વધુ) છે. વિશ્વની આ સૌથી મોંઘી દવા અમેરિકન કંપની યુનિક્યોર દ્વારા બનાવવામાં આવી છે અને તેના વિતરણ અધિકાર CSL બેહરિંગ પાસે છે. હેમજેનિક્સ એક જીન થેરાપી છે અને કંપનીનો દાવો છે કે, તેને માત્ર એક જ વાર લેવાથી હિમોફીલિયા બી મટાડી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application