Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરીકોને અનુરોધ કરાયો

  • April 23, 2024 

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ભારત સરકારના હવામાન વિભાગ (IMD), તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સરકારની MOUSAM મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન મારફત લોકો હવામાનની આગાહીઓ, રડાર છબીઓ વિગેરે મેળવી શકે છે. તેવી જ રીતે “DAMINI APP” આકાશમા તોળાઇ રહેલ આપત્તિ વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે.


આ એપ વર્તમાન લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, 40 ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલ વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે. ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ “MEGDOOT AGRO APP” જે ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામા જ પુરી પાડે છે. તેમજ લોકેશન વાઇસ હવામાનની જાણકારી માટે “PUBLIC OBSERVATION APP” બનાવવામાં આવી છે. આ  એપ્લિકેશનમાં યુઝર્સ પોતાનો અભિપ્રાય પણ શેર કરી શકે છે. ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વિકસાવવવામા આવેલ આ મહત્વપુર્ણ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application