Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી

  • December 26, 2020 

25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ દિવસ નિમેતે રાજપીપળા 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

જેમાં રાજપીપળા 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ અને બાળકોને તેમજ ફરજ પર હાજર ડૉક્ટર,સ્ટાફ નર્સ, દર્દીના સગાને ચોકલેટ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 ના EMT તેમજ 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ટીમના કર્મચારીઓ હાજર રહ્યા હતા. 108 ના પાયલટ દિલીપ તડવી સંતાક્લોઝ બની બાળકોનું મનોરંજન પૂરું પાડી ચોકલેટ વિતરણ કરી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application