અમદાવાદ એરપોર્ટ કે અન્ય એરપોર્ટ પર મોટી સંખ્યામાં ડીસેમ્બરમાં વિદેશથી આવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ડીસેમ્બરમાં જ કોરોનાની દહેશત સામે આવી રહી છે. તેવામાં અમદાવાદમાં પ્રમુખ સ્વામી જન્મશતાબ્દી મહોત્સવનું આયોજન પણ ચાલી રહ્યું છે. જેમાં 2થી 3 લાખ એનઆરઆઈ આવી રહ્યા છે. વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે ત્યારે અત્યારે એનઆરઆઈ સિઝન પણ ચાલી રહી છે. કેમ કે, આ જ સિઝનમાં લોકો આવતા હોય છે. ડીસેમ્બર એનઆરઆઈ માટે પેક હોય છે તેવામાં કેટલાક એનઆરઆઈ જે વિવિધ શહેરોમાં આવ્યા છે તેમાં કેટલાકને કોરોનો પોઝિટીવ પણ આવ્યો છે. જેમના રીપોર્ટ જિનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે.
આ વખતે ક્રિસમસ, ડિસેમ્બરમાં NRI સિઝન અને BAPS જન્મ શતાબ્દીની ઉજવણીના કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. એરપોર્ટ પર મુસાફરોની દૈનિક અવરજવર 33 હજારને વટાવી ગઈ છે. જે ગયા ડિસેમ્બર કરતા 36 ટકા વધુ છે. ખાસ કરીને એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલ પર નવો એરાઇવલ્સ હોલ બનાવવામાં આવશે. એરપોર્ટ પર વધુ છ ચેક-ઈન કાઉન્ટર આપવામાં આવ્યા છે જેથી મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે. ડોમેસ્ટિક ટર્મિનલમાં નવો એરાઇવલ્સ હોલ પણ બનાવવામાં આવશે.
ક્રિસમસની ઉજવણી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે ત્યારે ગુજરાતીઓએ બહાર ફરવાના પ્લાન પણ બનાવ્યા છે. કોઈ ગોવા જશે તો કોઈ રાજસ્થાન તો કોઈ હિમાચલ કે સિક્કી કે અન્ય રાજ્યમાં જશે ત્યારે તેઓ પણ હવાઈ માર્ગે કે ટ્રેન મારફતે જતા આ ચિંતા પણ છે કે, ક્યાંસ સંક્રમણ ના વધે. જેથી કોરોનાની સ્થિતિ અત્યારે તો કાબુમાં છે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ દર વખતે કોરોનાની લહેરમાં કોરોના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. અત્ચારે કોરોનાની દહેશ વિશ્વમાં જરુર છે પરંતુ ભારત અને ગુજરાતમાં કોરોના અત્યારની સ્થિતિ પ્રમાણે કાબુમાં છે ગુજરાતમાં 20થી 30ની વચ્ચે રીપોર્ટ સામે આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500