Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીનું અંબાડા ગામ કોલેરાના ભરડામાં : બે દિવસમાં ૩૯ કેસ સામે આવતા ખળભળાટ

  • October 06, 2021 

નવસારી તાલુકાના અંબાડા ગામે દુષિણ પાણીના કારણે કોલેરા રોગચાળો ફાટી નિકળ્યો છે. માત્ર બે દિવસમાંજ ૩૯ જેટલા કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જિલ્લા કલેકટરે અંબાગા ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની સાથે તેની આજુબાજુમાં આવેલા અન્ય ચાર ગામોને પણ કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. તેમજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નવસારી પ્રાંત અધિકારીની નિમણુંક કરી છે.

 

 

 

 


નવસારી જિલ્લાના સુત્રોના જણાવ્યા મુજબ નવસારી તાલુકના અંબાડા ગામે પાણીની પાઇપ લાઇન લીકેજ થવાના પગલે પાણી દૂષિત થતાં કોલેરાના રોગચાળાએ માથું ઉચક્યું છે. માત્રે બે દિવસમાં જ ૩૯ કેસ નોધાયા છે. જેમાં ચોથી ઓક્ટોબરના રોજ ૧૨ અને જયારે આજે વધુ ૨૭ કેસ નોધાતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતો થઈ ગયું છે. તો બીજી તરફ જિલ્લા કલેકટરે પણ  હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી.

 

 

 

 


અંબાડા ગામે કોલેરા રોગચાળા ફાટી નિકળતા જિલ્લા કલેકટરે અંબાડા ગામને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે તેમજ તેની આસપાસના ઉગત, તોડી, વસર અને સિંગોદ ગામને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 


 આ ઉપરાંત તાબડતોડ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પ્રાંત અધિકારી નવસારીની નિમણુંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેરાના બહાર આવેલા ૩૯ કેસ પૈકી ૧૮ જેટલા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્ના છે. વધુમાં નવસારી જિલ્લામાં સને ૨૦૧૯ માં પણ કોલેરાના રોગચાળો ફાટી નીકળ્યો હતો અને 6 ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા સદલાવ ગામમાં રોગચાળો તે સમયે ફાટી નીકળતા બે લોકોના મોત તત્કાલીન સમયે થયા હતા અને તંત્ર હરકતમાં આવ્યું હતું અને સદલાવ ગામ ને એ સમયે કોલેરાગ્રસ્ત કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 


 હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે ગામમાંથી પાણીનાં નમુના અને સ્ટુલ સેમ્પલ લીધા હતા એમાં કોલેરાના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી અને ગામમાં પીવાના પાણીના સ્ત્રોત કુવા અને બોર બંધ કરાવી બેઝ કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા અને તે સમયે મુનસાડ,ખડસુપાસરપોર, પારડી,નવા તળાવ અને અંબાડા સહિતના છ ગામો કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા હતા. ત્યારે બે વર્ષ અગાઉ જિલ્લા કલેકટર દ્વારા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલું અંબાડા ગામ આજે કોલેરાગ્રસ્ત ફરી એકવાર બે વર્ષ પછી જાહેર થતા ચકચાર મચી જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application