Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં છીરી ગામે ‘અપશબ્દો કેમ કહે છે’ તેવું કહી યુવકને ઢોર મારનાર ત્રણ સામે ગુનો નોંધાયો

  • May 02, 2024 

વાપીના છીરી ગામે રિક્ષામાં બેસેલા યુવકની પાસે ઘસી જઈને ‘તું મારી કાકી ને શું કામ અપશબ્દો કહે છે’ તેમ કહી ત્રણ ઈસમોએ લોખંડના સળિયા તથા લાકડા વડે ઢોર મારમાર્યો હતો. જયારે ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છીરીનાં ચંદ્રપ્રકાશ રામપ્રવેશ રાયએ ડુંગરા પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 29/04/2024નાં રોજ રાત્રિના સમયે તેઓ રૂમની સામે રિક્ષામાં બેઠા હતા.


તે સમયે સામેના રાહુલ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલે નજીક આવીને જણાવ્યું હતું કે, ‘તું મારી કાકીને અપશબ્દ કેમ બોલે છે’ તેથી ચંદ્રપ્રકાશે વિશાલને કહ્યું કે, ‘મે કોઈને અપશબ્દ કહ્યા નથી આ સાંભળીને વિશાલ તરત જ ઉશ્કેરાઈ ગયો હતો અને જોરજોરથી બોલવા લાગ્યો હતો અને તેના બીજા બે મિત્રો અમિત તથા સચિનને પણ બોલાવી લીધા હતા અને ત્રણેય જણા લાકડાના દંડા તથા લોખંડનો સળીયો લઈ આવ્યા હતા. ત્યારબાદ વિશાલે લોખંડના સળીયાથી તથા અમિત અને સચિનને લાકડાથી ચંદ્રપ્રકાશ રાયને માથા તથા શરીરના ભાગે ઢોર મારમાર્યો હતો. આ સાથે ચંદ્રપ્રકાશ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તેમના માથામાંથી લોહી નીકળવા લાગતા તેમના ભાઈ અને ભાભી બીજી રિક્ષામાં બેસાડી તેમને સૌપ્રથમ વાપી સરકારી દવાખાનામાં લઈ ગયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર અપાવી વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ડુંગરા પોલીસે ત્રણેય આરોપીની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application