ચીનની વીજ-ઉત્પાદક કંપનીઓએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે. જો તેમને 300 અબજ રૂપિયા નહીં ચૂકવાય તો તેઓ પાકિસ્તાનની બત્તી ગુલ કરી દેશે. પાકિસ્તાનમાં કાર્યરત બે ડઝનથી વધુ ચીની કંપનીઓએ સોમવારે કહ્યું છે કે, જો આ મહિને તેમના બાકી રહેલા 300 અબજ રૂપિયા નહીં ચૂકવાય તો તેઓ વિદ્યુત-ઉત્પાદન કેન્દ્રો બંધ કરી દેશે. ચીનની 30 કંપનીઓ અત્યારે 'ચાયના-પાકિસ્તાન-ઈકોનોમિક-કોરીડોર' (CPEC) નીચે પાકિસ્તાનમાં કાર્યરત છે. તેઓ પાકિસ્તાનમાં ઊર્જા, સંચાર અને રેલ્વે સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરે છે. સોમવારે આ ચીની કંપનીઓ સાથે પાકિસ્તાનના યોજના અને વિકાસ-મંત્રી અહેસાન ઈકબાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાકી લેણાનો પ્રશ્ન જાગ્યો ત્યારે 'મંત્રી મહોદય' પાસે તેનો જવાબ ન હતો.
પાકિસ્તાનનું અખબાર 'ડૉન' જણાવે છે કે, આ બેઠકમાં ચીની અધિકારીઓએ 'વીઝા'ની જટિલ પક્રિયા, ટેક્સ વગેરે અંગે ઘણી ફરીયાદો મંત્રી સમક્ષ કરી હતી. ચીનના સ્વતંત્ર વિજ ઉત્પાદકો (IPP) ના શેર 24 જેટલા પ્રતિનિધિઓએ એક પછી એક તે રીતે મંત્રી સાથે, વાતચીત કરી હતી. જેમાં તેમણે હજી સુધી બિલ નહીં ચુકવાયું હોવાની રજુઆત કરી હતી. સાથે ચેતવણી આપી હતી કે, જો જલ્દીમાં જલ્દી બિલ નહીં ચુકવાય તો થોડા દિવસમાં જ પાવર-હાઉસીઝ બંધ કરી દેવાશે. સ્ટોક ખલાસ થઈ જશે. કેટલીક કંપનીઓને આપેલા કોલસાના પૈસા હજી નથી મળ્યા.
તેથી કહેતાં કહેતાં પાકિસ્તાનની અન્ય કંપનીઓને ફરિયાદ કરી હતી કે, એક તો કોવિડ-19ને લીધે બેહાલ થઈ ગયા છીએ. તેમાં ઉચ્ચ અધિકારીઓ ટેક્સ પણ ઘણો લાદે છે. તેથી કંપનીઓની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. ચીની પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મંત્રી ઈકબાલે કહ્યું હતું કે, વડાપ્રધાન પહેલેથી જ આ પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા છે અને આ મહિનામાં જ તેમની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500