Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં છીંડીયા ગામે ખેતરમાંથી કેરી પાડીને લઇ જવા મામલે મારામારી

  • May 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં છીંડીયા ગામનાં પારસી ફળીયામાં કેરી બાબતે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ ઈસમ સહીત એક મહિલા વિરુદ્ધ વ્યારા પોલીસે ફરિયાદ નોંધમાં આવી હતી.



મળતી માહિતી મુજબ, વ્યારાનાં છીંડીયા ગામનાં પારસી ફળીયામાં રહેતા હરીશભાઇ દિવાનજીભાઇ ગામીત તથા તેમના પરીવારનાં સભ્યો સિધાર્થભાઇ જયંતિભાઇ નાઓના ખેતરની રખેવાળી શંકરભાઇ ઓકરાભાઇ ગામીત (રહે.છીંડીયા ગામ, પારસી ફળીયુ, વ્યારા)નાં કરતા હતા અને તે સમયે ખેતરમાંથી કેરી પાડીને લઇ ગયા હતા. જે બાબતે તા.૧૭/૦૫/૨૦૨૩નાં રોજ બપોરનાં સાડા ચારેક વાગ્યાનાં અરસામાં શંકરભાઇ ગામીત સિધાર્થભાઇનાં ખેતરે હાજર સ્નેહલ પિયુષભાઇ ગામીતને કહેવા જતાં સ્નેહલભાઇએ હરીશભાઇ દિવાનજીભાઇ ગામીત અને દિવાનજીભાઇ મનીયાભાઇ ગામીત નાઓને બુમ પાડી બોલાવી સ્નેહલભાઇએ ત્યાં નીચે પડેલ લાકડાનો દંડો ઉચકીને શંકરભાઇનાં કમરનાં ભાગે એક સપાટો તથા ખભાનાં ભાગે એક સપાટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.



તેમજ દિવાનજીભાઇએ ઢીક મુક્કીનો મારમારી તથા શંકરભાઇનાં નાના ભાઇ ઇજા પામનાર ધનજીભાઇ ઓકરાભાઇ ગામીતને સ્નેહલભાઇએ માંથામાં એક લાકડાનો સપાટો મારી તથા હરીશભાઇએ ડાબા હાથમાં લાકડાનો એક સપાટો મારી તેમજ કાંતાબેન દિવાનજીભાઇ ગામીત નાએ પણ નાલાયક ગાળો આપી ઝપાઝપી કરી હતી. બનાવ અંગે શંકરભાઇ ઓકરાભાઇ ગામીત નાંએ વ્યારા પોલીસ મથકે ત્રણ ઈસમો સહીત એક મહિલા વિરુદ્ધ ગુનો નોંધવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application