ચીનએ ફરી એકવાર અરુણાચલ પ્રદેશનાં સ્થાનોને લઈને ચાઈનીઝ, તિબેટિયન અને પિનઈન લિપિમાં નામોની યાદી જાહેર કરી છે. ચીને આ કૃત્ય ભારતીય પ્રદેશો પર તેના અધિકારો જતાવવાની બદનિયતથી કર્યું છે. ચીનનાં નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ જાહેર કર્યા હતા. તેમાં બે ભૂ ભાગના નામ, બે રહેણાક ક્ષેત્રોના નામ, પાંચ પર્વતીય ક્ષેત્રોના નામ અને બે નદીઓના નામ છે. ચીન સરકારની પ્રાંતીય પરિષદે તિબેટના દક્ષિણ ભાગને જંગનનનું નામ આપ્યું છે.
આ માહિતી ચીન સરકારના એક અખબારે આપી હતી. ચીન સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશના ક્ષેત્રોના બદલાયેલા નામ ત્રીજી વખત જાહેર કરાયા છે. અગાઉ 2017માં ચીને અરુણાચલ પ્રદેશનાં 6 સ્થળોના નામ અને 2021માં 15 સ્થળોના નામની યાદીઓ જાહેર કરી હતી. ભારત આ બંને યાદીઓને ફગાવતા વાંધો ઊઠાવી ચૂક્યું છે. ભારતે હંમેશા કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તેના પર ચીનનો દાવો તેની બદનિયતનો પુરાવો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application