Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીને પાકિસ્તાનને ભારત સામે લડવા પહાડી વિસ્તારની તોપ આપી

  • January 28, 2022 

ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્ષ-2019 પહાડી વિસ્તારમાં કામ કરતી તોપનો કરાર થયો હતો. હવે  તેનો પહેલો જથ્થો પાકિસ્તાનને મળી ગયો છે. ભારત સામે પાકિસ્તાન સતત લડતું રહે તે માટે ચીને આ હરકત કરી છે. ચીનની ડિફેન્સ કંપની નોરિન્કોએ પાકિસ્તાનને પહાડી વિસ્તારોની તોપ આપી છે. ભારત સામે પાકિસ્તાન લડતું રહે તે માટે ચીને વર્ષ-2019માં કરાર કર્યો હતો. એ કરારના ભાગરૂપે ભારતની માઉન્ટેઈન તોપ વજ્રને જવાબ આપવા માટે પાકિસ્તાનને 236 એસએચ-15 તોપ આપી છે. વ્હિકલ માઉન્ટેડ તોપ પાકિસ્તાન કાશ્મીરની સરહદે તૈનાત કરશે.વર્ષ-2019માં ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતીય રૂપિયા પ્રમાણે 3800 કરોડ રૂપિયાનો સોદો થયો હતો. તે ઉપરાંત ગન અને હાઈપરસોનિક મિસાઈલો પાકિસ્તાનને મળે એવી પણ શક્યતા છે. તે અંગેની વાટાઘાટો ચાલી રહી છે. ચીનની ડિફેન્સ કંપની પાકિસ્તાનને એઆર-1 300 એમએમ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પણ આપશે. પાકિસ્તાન ભારતીય રોકેટ લોન્ચરનો જવાબ આપી શકે તે માટે ચીન આ મદદ કરશે. ભારત-પાકિસ્તાનની સરહદે સતત સંઘર્ષ રહે એવું ષડયંત્ર ચીને ઘડયું છે અને તેના ભાગરૂપે ચીન પાકિસ્તાનને લશ્કરી સહાય કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application