ભારતના સમુદ્રમાં રશિયન સબમરિન પ્રવેશતાં જ ચીન અને પાકિસ્તાન ભયભીત બન્યું છે. સોમવારે કોચીના દરિયા કિનારે રશિયન સબમરિન UFAનું ભારતીય નૌસેનાએ ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું, રશિયાના કેટલાક સૈનિકો પણ હાજર રહ્યા હતા. ઉફા (UFA) ભારતમાં આવતાં બંને દેશો વચ્ચે મજબૂત સમુદ્રી ભાગીદારી દર્શાવે છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરતાં પીઆરઓ ડિફેન્સ કોચીએ જણાવ્યું હતું કે, રશિયન સબમરિન UFA કોચીમાં ઈન્ડિયન નેવીએ ઉમેળકાભેર સ્વાગત કર્યું.
રશિયન રાજદ્વારીએ આ અંગે જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરે રશિયન નૌસેનાએ પેસેફિક મહાસાગરમાં તૈનાત જહાજોની એક ટુકડી જેમાં ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરિન UFA અને બચાવ ટગ અલાટાઉ સામેલ છે, તે કોચી પોર્ટ પર પહોંચી હતી. UFA સબમરિનની રચના હાલમાં જ રશિયા દ્વારા કરવામાં આવી છે. આ સબમરિનને પેસેફિક સાગરમાં તૈનાત કરવામાં આવી છે. હુમલાખોર સબમરિન પૈકી એક UFA બ્લેક હોલ તરીકે ઓળખાય છે. ઉન્ન ક્ષમતાઓ ધરાવતી આ સબમરિન પોતાના વિરોધીની તુલનાએ વધુ શાંત અને ઘાતક છે. જે શાંત સ્થિતિમાં આક્રમક હુમલો કરવા સક્ષમ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500