ચીને ફરી પાછું વિશ્વને ચિંતામાં નાખી દીધું છે. તેના રહસ્યમય સ્પેસક્રાફ્ટે અંતરિક્ષમાં 6 અજાણી વસ્તુઓ છોડી છે. આ અજાણી વસ્તુઓ શું છે તેની કોઈને ખબર નથી. ચીન તેનું શું કરવા માંગે છે તેની પણ કોઈને ખબર નથી. પણ આ 6 વસ્તુઓમાંથી સિગ્નલ નીકળી રહ્યા છે. ચીનના રહસ્યમયી સ્પેસક્રાફ્ટનું નામ છે શેનલોંગ. શેનલોંગનો અંગ્રેજીમાં અર્થ થાય છે ડિવાઇન ડ્રેગન. આ પ્લેન અમેરિકાના એક્સ-37Bની જેમ દેખાય છે પણ આ રોબોટિક સ્પેસક્રાફ્ટ છે. ચીને તેના આ રહસ્યમયી સ્પેસક્રાફ્ટની તસ્વીર ક્યારેય જારી કરી નથી. સેટેલાઇટ ટ્રેકર અને એસ્ટ્રોનોમર સ્કોટ ટાઇલીએ ચીને છોડેલી 6 વસ્તુઓને તેના ટેલિસ્કોપમાં જોઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, ચીન શું કરી રહ્યુ છે તેની ખબર નથી. તેણે સીક્રેટ સ્પેસક્રાફ્ટથી આ 6 વસ્તુઓને અંતરિક્ષમાં છોડી છે. ચીન આ 6 ચીજવસ્તુઓ દ્વારા સમગ્ર વિશ્વમાં જાસૂસી કરી રહ્યું હોય તે શક્ય છે અને આ કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ હોય તે પણ શક્ય છે. સ્કોટનો દાવો છે કે, આ સ્પેસ પ્લેનમાંથી નીકળેલી વસ્તુઓ એસ-બેન્ડ સિગ્નલ મોકલી રહી છે. તેમા પણ મોટાભાગનાં સિગ્નલ ઓબ્જેક્ટ એમાંથી આવી રહ્યા છે.
એસ્ટ્રોનોમરનું માનવું છે કે, ચીન જે ફ્રીકવન્સીના સિગ્નલનો ઉપયોગ કરી રહ્યુ છે તેના દ્વારા તે કોઈ દેશની વિમાની સેવાને ટ્રેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પહેલા આ સ્પેસક્રાફ્ટ 2020 અને 2022માં પણ અંતરિક્ષમાં અજાણી ચીજવસ્તુ છોડી હતી. આ વર્ષે આ જ પ્લેન પૃથ્વીનો 276 દિવસનો પ્રવાસ ખેડી પરત ફર્યુ હતું. આ રહસ્યમય સ્પેસક્રાફ્ટની તસ્વીર ચીને ક્યારેય જારી કરી નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકાના આકાશમાં ચીનના બલૂન મળી આવ્યા હતા અને અમેરિકાએ તે તોડી પાડયા હતા. તેથી બંને દેશ વચ્ચેના રાજકીય સંબંધો તળિયે પહોંચી ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500