Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજાશાહી વખતથી પાંચ - પાંચ પેઢીઓથી થાય છે મરચાનો વેપારઃ આ મરચા પીઠમાં ત્રણ - ત્રણ પેઢીથી રોજગારી મેળવતી મહિલાઓ

  • April 30, 2023 

ભારતીય પાકશાસ્ત્ર મુજબ રોજિંદા ખોરાકની બનાવટમાં વપરાતા મસાલાઓ તૈયાર પેકમાં લેવાનું ચલણ આધુનિક સમયમાં પ્રચલિત થતું જાય છે, તેમ છતાં હજુ પણ ઘણી ગૃહિણીઓ પોતાની નજર સામે લાલ મરચા ખરીદે છે, તેના ડીંટીયા તોડાવી જાતે જ લાલ મરચુ દળાવે છે. અને દળાયેલા મરચાને તેલ દઇને આખા વર્ષ માટેનું લાલ મરચાનો સંગ્રહ કરે છે. તીખું અને ચટાકેદાર ખાવના શોખીન ગુજરાતીઓ થકી મરચાનો મસમોટો કારોબાર ધમધમે છે. મસાલાની આ સીઝનમાં રાજકોટની મરચા પીઠો લાલ મરચાથી ઉભરાઇ ગઇ છે. રાજકોટમાં અનેક સ્થળોએ મસાલા માર્કેટ ભરાતી હોય છે. પણ અહીં વાત કરીશુ રાજકોટની સૌથી જૂની મરચાપીઠની. જે "જૂની મરચાપીઠ" તરીકે જ ઓળખાય છે.


આજી નદીના આવેલ દરબારગઢની પાછળની બાજુ નદી કિનારે આવેલ કાળમીંઢ પત્થર- બેલાની દીવાલ પાસે રાજકોટની સો વર્ષથી પણ "જૂની મરચાપીઠ" આજે પણ કાર્યરત છે. આ સ્થળે પંદર જેટલા વેપારીઓ બે થી ત્રણ મહિના માટે મરચાનો કારોબાર ચલાવે છે. મહત્વની વાત એ છે કે આ તમામ વેપારીઓ પાંચ-પાંચ પેઢીઓથી આ વ્યવસાય કરી રહ્યા છે. સરકારી જગ્યા ઉપર મંડપ બાંધી કાયદેસર રીતે મહાનગર પાલિકાને આ જગ્યાનું ભાડુ ચૂકવી તેઓ આ વ્યવસાય કરે છે. અહીંના વેપારી વિક્રમભાઇ સોલંકી કહે છે કે અમે છેલ્લા ૮૦ વર્ષથી અહીં દર ઉનાળામાં મરચાની સીઝનમાં બે થી ત્રણ માસ વેપાર કરીએ છીએ. અમારા પૂર્વજો અને બાપ દાદા અહીં મરચા વેચતાં. તેમનો જ કારોબાર અમે ચાલુ રાખ્યો છે. પાના નં. ૨ પર પાના નં. ૨ વિક્રમભાઇ સોલંકી વધુમાં કહે છે કે, અનેક પ્રકારના મરચાં અમે રાખીએ છીએ. જેમાં ડબલ અને સીંગલ રેશમપટ્ટો, તેજા મરચી, ઘોલર વગેરે પ્રકારના મરચા પૈકી સૌથી વધુ ઉપાડ ડબલ રેશમપટ્ટોનો થાય છે. કલર માટે રેશમપટ્ટો અને કાશ્મીરી તથા તીખાશ માટે તેજા મરચી લોકો વધુ પસંદ કરે છે.


અહીં નદીના નીચાણવાળા વિસ્તારમાં મરચા દળવાનું કામ થાય છે. મરચાની ઘંટી ધરાવનાર મનોજભાઇ સોલંકી કહે છે કે અમે ૧૯૮૯થી અહી દર વર્ષે બે થી ત્રણ માસ મરચુ દળવાનું કામ કરીએ છીએ. જે દરમિયાન અમે ૧૫ હજાર કિલોથી પણ વધુ મરચુ દળીએ છીએ. આ મરચા પીઠમાં ચાર - ચાર પેઢીથી મરચાના ડીંટીયા તોડીને છુટક રોજગારી મેળવનારા ગંગા સ્વરૂપા સુશિલાબેન રામાનુજ કહે છે કે પેટિયુ રળવા અમે અહીં કામે આવીએ છીએ. મારા સાસુ અહીં કામે આવતા હતા. ત્યાર બાદ હું પણ આ કામ કરવા લાગી, હવે મારી ત્રણેય દીકરીઓ પણ અહીં કામે આવે છે. દીકરીની દીકરીઓ પણ આવે છે. મરચાની આવક વિશે રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી જયેશભાઇ બોઘરા કહે છે કે, "આપણા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૧૮૦૦ કિલો જેટલા લાલ સુકા મરચા ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવે છે. યાર્ડમાં સરેરાશ ૩૦૦ ભારી આવે, જે પૈકીની એક ભારીમાં સરેરાશ ત્રણ મણ એટલે કે ૬૦ કિલો મરચા હોય. આ તમામ મરચાઓની ખરીદી ખેડૂતો પાસેથી વેપરીઓ સીધી જ કરે છે. યાર્ડમાં માત્ર રાજકોટ જિલ્લાના કે ગોંડલ તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના મરચાનો પાક લેતા ખેડૂતો મરચા વેચવા આવે છે."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News