નાશિકમાં આઠ મહિનાનાં એક બાળકે તેના ઘરમાં રમતાં-રમતાં નખ કાપવાનું નેઇલ કટર મોઢામાં નાખ્યું હતુ અને બાળક તે નેઇલ કટર ગળી ગયો હતો. તેમજ આશીષ શિંદે નામનાં બાળકને તરત જ નજીકની મેડિકલ કોલેજમાં લઇ જવાયો હતો. ડોક્ટરોએ ઓપરેશન કરીને બાળકના ગળામાંથી નેઇલ કટર બહાર કાઢ્યું હતું અને બાળકનો જીવ બચી ગયો હતો. જયારે આ ઘટના તારીખ 19 સપ્ટેમ્બરે નાશિક શહેરનાં નાશિક રોડ પરિસરનાં એક પરિવારમાં બની હતી.
જોકે આશીષ શિંદેનાં કુટુંબીજનોએ એવી માહિતી આપી હતી કે, સોમવારે આશીષે ઘરમાં રમતાં રમતાં નેઇલ કટર મોઢામાં નાખ્યું હતું. થોડા સમય બાદ આશીષ તે નેઇલ કટર ગળી ગયો હતો. પરિણામે આશીષને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ દ્રશ્ય આશીષની માતાએ જોયું અને તે ઘરનાં સભ્યોની મદદથી પુત્રને નજીકની મેડિકલ કોલેજમાં લઇ ગઇ હતી.
તેમજ આશીષ શિંદે ફકત મહિનાનો હોવાથી હોસ્પિટલનાં ડોક્ટરોએ બહુ સાવચેતી સાથે ઓપરેશન કરીને તેના ગળામાંથી સલામત રીતે નેઇલ કટર બહાર કાઢ્યું હતું. આમ, ડોક્ટરોની કુશળતાથી નાનકડા આશીષની જિંદગી બચી ગઇ છે. હાલ આશીષ શિંદેની તબીયત સારી હોવાનું જાણવા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500