આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે " અક્ષય તૃતીયા " (અખાત્રીજ) ના દિવસે તથા અન્ય દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે.
જેમાં ખાસ બાળ લગ્ન કરાવનાર કાજી,રસોઈયા,મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવાનું કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે.
તેથી બાળ - લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઈ શકે છે. જેથી જો બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા નીચેના હેલ્પલાઈન નંબરો પર જાણ કરવા જાહેર વિનંતી સહ અપીલ કરવામાં આવે છે.
બાળલગ્નની જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.એન.ડી.ચૌધરી,બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મો. ૮૮૪૯૧૨૪૦૩૧,શ્રીમતિ પાયલ એસ.દેગડવાલા મો.૯૪૦૮૨૬૫૭૩૩,શ્રીમતિ ખુશ્બુ ગોસ્વામી,કાનુની સહ પ્રોબેશન અધિકારી મો.૮૫૧૧૫૦૦૭૮૦, ચાઈલ્ડ લાઈન ૧૦૯૮, પોલીસ ૧૦૦, મહિલા અભયમ ૧૮૧..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500