Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરમાં તળાવ કિનારે રમતો બાળક પાણીમાં ડૂબી જતાં મોત નિપજયું

  • April 05, 2025 

નવસારીના જલાલપોરના સત્તાધાર સોસાયટી પાસે આવેલ દેસાઈ તળાવના કિનારે ક્રિકેટ રમતી વખતે પાણીમાં ગયેલ બોલ લેવા માટે ગયેલો બાળકનું ડૂબી જવાથી મોત નિપજતા પંથકમાં ચકચાર મચી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પંકજભાઈ બાલુભાઈ ગોસ્વામી (રહે.સત્તાધાર સોસાયટી, ગૌરીશંકર મહોલ્લો, જલાલપોર)નાં તેમની પત્ની જયશ્રીબેન અને ત્રણ સંતાનો નિલ (ઉ.વ.૧૧) અને જોડવા પુત્ર ગણેશ અને ભૌતિક (ઉ.વ.૮) સાથે રહી છૂટક મજુરી કામ કરે છે.


તારીખ ૩જી એપ્રિલ નારોજ તેનો પુત્ર ભૌતિક ઘરેથી નીકળી ઘર નજીક આવેલ દેસાઈ તળાવના કિનારા ઉપર રમવા માટે ગયેલ તે વખતે બોલ તળાવના પાણીમાં પડી જતા તેને લેવા માટે ભૌતિક ગયો હતો. આ વખતે પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયો હતો. આ અંગેની જાણ નવસારી ફાયરબ્રિગેડને કરાતા રાત્રી દરમ્યાન તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં એક વાગ્યાના અરસામાં ડુબી ગયેલ ભૌતિકનો મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શ્રમજીવી પરિવારના ૮ વર્ષીય બાળકનું તળાવના પાણીમાં ડુબી જવાથી તેના પરિવારજન અને સોસાયટીના રહીશોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મરણજનાર ભૌતિક જલાલપોરમાં આવેલ નિલકંઠ સ્કૂલમાં ધો.૨માં અભ્યાસ કરતો હતો. બનાવ અંગે જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application