Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી : ઘર માંથી 11.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર

  • January 13, 2021 

ચીખલીના ગોકુલધામ એપાર્ટમેન્ટના સી/બ્લોકમાં બીજા માળે આવેલ ફ્લેટમાં દિન-દહાડે તાળું તોડી ચોર 3 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 11.50 લાખની ચોરી થઈ હતી. શાકભાજીનો વેપારી તેના પરિવાર સાથે ઘર બંધ કરી સમરોલી હોસ્પિટલમાં ગયો હતો. આ દરમિયાન ચોરોએ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

 

 

 

શાકભાજીનો વ્યવસાય કરતા વિધાનચંદ રામઅભિલાખ શુક્લા બપોરના સમયે પરિવારના સભ્યોને તબીબી સારવાર માટે ચીખલીના સમરોલી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. આ દરમિયાન મુખ્ય દરવાજને કોઈ ધાર વાડા સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી બે જેટલા કબાટના લોક તોડી નાંખી કબાટની તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 3 લાખ અને 8.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજે 11.50 લાખ રૂપિયાની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યુ હતું. આ ઘટના અંગે વિધાનચંદે મોડી સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application