Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી : કારમાંથી ૧ લાખનો વિદેશી દારૂ પકડાયો

  • January 02, 2021 

ચીખલી પોલીસે સમરોલી કાળાપુર પાસેથી મારુતિ ઈકો કારમાંથી ૧.૦૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ૧ ઈસમને ઝડપી પાડી ૩.૦૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

મળતી માહિતી મુજબ ચીખલી પોલીસ મથકના ડી-સ્ટાફના બ્રિજેશભાઈ તથા સુરેશભાઈ સહિતનાએ પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના સમરોલી કાળાપુલ પાસેથી મારુતી ઈકો કાર નં.જીજે/21/એક્યુ/3429 માંથી બીયર અને વ્હીસ્કીની કુલ ૪૧૩ બોટલોની કીંમત ૧,૦૩,૩૫૦/- રૂપિયાનો દારુનો જથ્થો ઝડપી પાડી કાર સાથે ૩,૦૮,૩૫૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશભાઈ ઠાકોરભાઈ પટેલ(રહે.સમરોલ)ની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરાવી આપનાર કિરણ જોગી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી પીઆઈ ડી.કે.પટેલે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application