Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી પોલીસે બોલી ન શકતી અસ્થિર મગજની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

  • June 13, 2021 

ચીખલી પોલીસને બોલી ન શકતી દસ વર્ષની અસ્થિર મગજની બાળકી મળી આવતા તેના વાલી વારસને શોધી ઘરે પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી.

 

 

 

 

ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે તારીખ 11 જુનના દિને બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં દસેક વર્ષની અસ્થિર મગજની બાળકી મળી આવી હતી. જે બોલી ન શકતી હોય રાનવેરી કલ્લાનાં સરપંચ હસમુખભાઈએ રાનકુવા પોલીસ ચોકીમાં જાણ કરી હતી. આ બાળકીના વાલીવારસોને શૉધવા માટે પી.આઇ., એ.આર.વાળાએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા પી.એસ.આઇ., જી.એસ.પટેલ, એ.એસ.આઈ., મેહુલભાઈ બચુભાઇ સહિતનાઓએ શોધખોળ હાથ ધરી આજુબાજુના ગામોમાં તપાસ કરતા આ બાળકીનું નામ લક્ષ્મી અને તે કાંગવઇ ગામે તેની માતા સુધાબેન સાથે મામા સુનિલભાઈના ઘરે રહેતી હોવાનું બહાર આવતા આ બાળકીનો કબ્જો કાંગવઇ ખાખરી ફળીયામાં રહેતા તેના મામા સુનિલભાઈ હળપતીને સોંપાયો હતો. પોલીસે ફરજ સાથે માનવતાવાદી અભિગમ અપનાવી ગણતરીના કલાકોમાં જ બાળકીને પરિવાર સાથે મિલન કરાવી ઉમદા કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application