ચીખલી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અધિક નિવાસી કલેકટર કેતન જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો ચીખલી તાલુકાના તેજલાવ ગામના પાણીની ટાંકીના પ્રશ્નોનું નિરાકરણ થયું સમસ્યા હોય એનું સમાધાન હોય જ છે. પણ નિરાકરણ ઝડપી સુખદ અને હકારાત્મક આવે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત 'ચીખલી તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ' અધિક નિવાસી કલેકટર કેતન પી.જોષીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ચીખલી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ચીખલી તાલુકાના તેજલાવ ગામના પ્રવિણભાઈ એન.પટેલની અરજીનો સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું. શ્રી પ્રવિણભાઈ પટેલએ ચીખલી તાલુકા સ્વાગતમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેજલાવ ગુરુબ્રાહમણ ફળીયામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવેલ પાણીની ટાંકીમાં માટે ૩ ફેઝ મોટર મુકવા બાબત રજુઆત કરી હતી. જેને પાણી પુરવઠા વિભાગ દ્વારા હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આમ પ્રવિણભાઇના પ્રશ્નોનોનું નિરાકરણ ચીખલી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવતાં વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application