Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી વન વિભાગની ટીમે ટ્રક માંથી સાગ અને સીસમના કિંમતી લાકડાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

  • October 28, 2021 

નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટામાં મોટા પ્રમાણમાં કિંમતી સાગી લાકડું મળી રહે છે જેથી ફર્નીચરમાં સાગી લાકડાનું ફર્નિચર ઉત્તમ મનાય છે અને સાગની પ્રતિ ઘનમીટર કિંમત પણ વધુ હોય છે. ત્યારે કીમતી લાકડાની તસ્કરી પણ વાંસદા-ડાંગ સહિતના વિસ્તારોમાંથી જ વધુ થતી રહે છે. ચીખલી રેન્જ વન વિભાગની ટીમ દ્વારા મંગળવારે ચીખલી કોલેજ સર્કલથી વસુધારા ડેરી માર્ગ પરથી રાજસ્થાન જઇ રહેલી ટ્રક માંથી 7.038 ઘનમીટરના સાગી લાકડાના 39 ચોસલા અને 4.457 ઘનમીટર સીસમના લાકડાના 57 ચોસલા ઝડપી પાડયા હતા. સાગ અને સીસમના કિંમતી લાકડાના ચોસલા બારદાન નીચે સંતાડેલા હતા. જેના વહન અંગેના કોઈ પણ પુરાવા ટ્રક ચાલક અને ઝાલોદ ખાતે રહેતા કમરૂદ્દીન ખાન હનીફ ખાન અને તાજ્જુબ ખાન ગોપે ખાન આપી ન શકતા, વિભાગે બંનેની અટક કરી હતી.

 

 

 

 

 

 

ત્યારબાદ બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સાઉથ અને સીસમના ચોસલા અલગ-અલગ સ્થળેથી લાવીને ચાપલધરા ખાતે ભાડે રાખવામાં આવેલી જગ્યામાં રાખવામાં આવ્યાં હતા. જેને વાંસદાના મિસ્ત્રી નામના ઈસમે બનાવી આપ્યાં હતા અને રાજસ્થાન લઈ જવાતા હતા. આમ, વન વિભાગે 15 લાખ રૂપિયાનું કુલ 1100 ઘનમીટર કિંમતી લાકડુ અને 9 લાખ રૂપિયાની ટ્રક કબ્જે કરી પોલીસે બે શખ્સની અટક કરી છે અને મિસ્ત્રી નામના ઈસમને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application