Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ચીખલી ભેંસરોટ ગામે પાપડ-ફરસાણ યુનિટનું રાજ્ય કક્ષાનાં આદિજાતિ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું

  • February 13, 2023 

તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ચીખલી ભેંસરોટ ગામે રાજ્યના કક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગનાં મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પુરસ્કૃત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન, મિશન મંગલમ અંતગર્ત પાપડ ફરસાણ યુનિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાની દરેક બહેનો આર્થિક રીતે સધ્ધર થાય તે  માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટમાં અનેક યોજનાઓ લાવીને બહેનોને પગભર કર્યા છે. તાપી જિલ્લાની એકપણ બહેન યોજનાથી વંચિત ન રહે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. બહેનો સખીમંડળના માધ્યમથી દાળ પીલવા, ડાંગર માંથી ચોખા કાઢવા જેવા નાના કામો કરી રોજગારી મેળવશે. સખીમંડળને રૂ.૭ લાખની સહાય આપવામાં આવે છે.






આજે પાપડ-ફરસાણ યુનિટને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આમ બહેનો, ખેડૂતો, પશુપાલકો સંકલનમાં રહે તેવા પણ અમારા વિભાગના પ્રયત્ન છે. બાલવાટિકા, સેતુ જ્ઞાન સ્કુલ જેવી નવી યોજનાઓ સરકાર લાવી રહી છે. મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશનું બજેટ મધ્યમવર્ગને પરવડે તે બાબતને ધ્યાનમાં રાખી છે. ૧૦૦ દિવસના લક્ષ્યાંક અમને આપવામાં આવ્યા છે. જેમાં ૧૦૫૦ જેટલા સનદ માટેના દાવા મંજૂરી માટે અમે આગળ વધી રહ્યા છે.





આ ઉપરાંત કુવા, સોલારપંપ વિગેરે દ્વારા ખેડૂતો બારેમાસ સિંચાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20માં ૨૦ જેટલા દેશોને આમંત્રિત કરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકોનું નિર્માણ હાથ ધરાયું છે. આવનારા દિવસોમાં એકપણ કામ બાકી નથી રહેવાનું. સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલે કરતા કહ્યું હતું કે બહેનોની રોજગારી માટેના આ ભગિરથ કાર્ય આપણાં સૌ માટે પ્રેરણાદાયક છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે શક્તિ સખી સંઘ, ચીખલી ભેંસરોટને ફુડ લાયસન્સ અર્પણ કરાયું હતું. તેમજ શાળાની બાલિકાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application