Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી : 25 હજારના દારૂ સાથે મહિલા ઝડપાઈ

  • January 18, 2021 

ચીખલી પોલીસે નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી 25 હજાર રૂપિયાથી વધુનો વિદેશી દારૂ સાથે એક મહિલાની ધરપકડ કરી અન્ય એકને વોન્ડેટ જાહેર કર્યો.

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી નેશનલ હાઈવે સ્થિત ખેતલાઆપા ટી-સ્ટોલ સામે વલસાડથી સુરત તરફ જતા રોડ ઉપર દારૂનો જથ્થો ભરેલ બે કાપડના થેલા લઈને ઉભી રહેલ છે. જે બાતમીના આધારે ચીખલી પોલીસે સ્થળ ઉપર જઈ ચેક કરતા કાપડના થેલામાં ચેક કરતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી 228 બોટલો જેની કીંમત 25,200/- રૂપિયા સાથે મહિલા લતાબેન રમણભાઈ પટેલ(ઉ.વ.42, રહે.લસકાણા)ને ઝડપી પડી હતી. જ્યારે દારૂનો જથ્થો આપનાર કાલુને પોલીસે વોન્ડેટ જાહેર કરી ગુનાની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પી.એસ.આઈ., એસ.જે.કડીવાલા એ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application