નવસારી જિલ્લાના નેશનલ હાઇવે પરના ચીખલી તાલુકાનાં મલવાડા-મજીગામ ફાટક પાસે અવાર નવાર અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકોને શારીરિક આર્થિક નુકશાની વેઠવા પડી રહી છે. ત્યારે અહીં વર્ષોની અંડરપાસ માટેની લડત અને સાંસદ સી.આર.પાટીલ,ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ સહિતનાને અવાર-નવારની રજુઆત બાદ લાખો રૂપિયાના ખર્ચે અહીં અંડરપાસનું હાઇવે ઓર્થોરિટી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
આમ, મલવાડાના ડેપ્યુટી સરપંચ અને ભાજપના યુવા મોર્ચાના પ્રભારી પર્વત પટેલ વિગેરીની ઉપસ્થિતિમાં ભુદેવના મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી આ અંડરપાસને ખુલ્લો મુકવામાં આવતા અંડરપાસ પરથી વાહન વ્યવહાર ધમધમતો થઈ ગયો હતો. અંડરપાસનું કામ પૂર્ણ થતાં અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવતા સ્થાનિકોની વર્ષો જૂની માંગ સંતોષવા સાથે મોટી રાહત થવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500