નવસારીના શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન પ્રોજેકટ અન્વયે સેનેટરી નેપકીન મેકીંગ પ્રોજેકટ અમલીકરણ માટે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામની પસંદગી કરવામાં આવી હતી. જેમાં સખી મંડળની બહેનોને આજીવિકા મળી રહે તે હેતુસર મિશન મંગલમ/એન.આર.એલ.એમ. યોજના થકી સેનેટરી નેપકીન મેકીંગ પ્રોજેકટનું રૂમલા ખાતે ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રોજેકટ થકી ગ્રામ્યકક્ષાની બહેનોને પિરીયડસ માસિક ધર્મ અંગેની જાણકારી, ધ્યાન રાખવાની બાબતો સેનેટરી નેપકીનના ઉપયોગની જરૂરિયાત તેમજ અન્ય વસ્તુના ઉપયોગથી થતા નુકશાન વિશેની સમજ છેવાડાની મહિલાઓ સુધી પહોંચી શકશે તથા મહિલાઓમાં સેનેટરી નેપકીન વાપરવા અંગેની જાગૃતિ કેળવાશે. સખી મંડળની બહેનોને રોજગારી મેળવવા માટેની આ એક અનેરી અને સુવર્ણતક સરકારશ્રી દ્વારા આપવામાં આવતા રૂમલા ગામની બહેનોએ સરકારશ્રીનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application