ચીખલી પોલીસે સરૈયા ગામેથી 11.53 લાખનો વિદેશી દારૂના મુદ્દામાલ ઝડપી કાર ચાલકને વોન્ડેટ જાહેર કર્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી પોલીસને મળતી ખાનગી બાતમીના આધારે ટાંકલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમીયાન બાતમી મુજબની હુન્ડાઈ સેન્ટફી કાર નં.જીજે/05/જેએ/2205 આવતા જોઈ પોલીસે લાકડી બતાવી કાર ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કબ્જાની કાર સરૈયા તરફ હંકારી મુકતા ચીખલી પોલીસે પીછો કરતા કાર ચાલકે પોતાની કબ્જાની કાર સરૈયા ગામના પટેલ ફળીયા વાડી પાસે જતા કાચા રોડ ઉપર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વ્હીસ્કી બિયરની નાની-મોટી 1429 બોટલો મળી જેની કીંમત રૂપિયા 1,52,500/- તેમજ હુન્ડાઈ સેન્ટફી કારની કીંમત મળી કુલ 11,53,600/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને વોન્ડેટ જાહેર કરી ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500