Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાળાએ બનેવીને કટર વડે ઘાયલ કર્યો

  • January 22, 2021 

રાનકુવામાં જાહેર માર્ગ ઉપર સાળાએ કટરના ઘા મારી બનેવી પર હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ફરિયાદી રાજેશભાઈ રમેશભાઈ પટેલ મોટરસાઈકલ ઉપર રાનકુવા હાઈસ્કુલમાં પોતાની દીકરી ઓને લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન વાંસદા રોડ ઉપર રાનકુવા પટેલવાડી પાસે એક કાર સામે લાવીને ઉભી રાખી દીધેલ અને કારમાંથી તેમનો સાળો ધર્મેશ સુમન પટેલ ઉતરીને આવી કોઈ વાતચીત કરે તે પૂર્વે જ કટરના ઘા મારતા જમણા હાથમાં તથા કાનના નીચેના ભાગે કટર ચલાવી દીધી જે કારણે રાજેશભાઈ ને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સાથે બીજી વખત મળશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા પોલીસે ધર્મેશ સુમન પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application