ચીખલી તાલુકાનાં વાંઝણા ગામમાં ફાંસો ખાવાની કોશિશ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફરિયાદ આપનાર સોનલબેન ભાવેશભાઈ નાયકા (રહે.વાંઝણા નાની વાંગરવાડી તા.ચીખલી)ના જણાવ્યા મુજબ, રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતાં પતિ ભાવેશને મનમાં ખોટું લાગી આવતા ઘરની પાછળ પ્રાથમિક શાળાના ઓટલા ઉપર લાકડામાં નાયલોનની દોરીથી ફાંસો ખાવાની કોશિશ કરતા સાસુએ બૂમાબૂમ કરતા લોકો એકત્ર થઈ જતાં 108ની મદદથી ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયામાં આવ્યા હતા. જોકે વધુ સારવાર અર્થે નવસારી સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબે ભાવેશ નટુભાઈ નાયકાને મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application