ઘેજ ખરેરા નદીના પુલ ઉપર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના માલિયાધરા ઘેજ ઉપર 31 વર્ષીય શીરીષભાઈ પટેલ પોતાની બાઈક નંબર જીજે/15/ડીબી/1107 લઈને જતા હતા. તે સમય દરમિયાન ઘેજ ખરેરા નદીના પુલ ઉપર સામેથી પુરઝડપે આવી રહેલા ટ્રેક્ટર નંબર જીજે/23/એસી/4583 સાથે રોનકની બાઈકનો અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ તાત્કાલિક સારવાર અર્થે ઈજાગ્રસ્ત રોનકભાઈ પટેલને આલીપોર હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલક જીગર પટેલને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે ટ્રેક્ટર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500